________________
પરિશિષ્ટ - ૨ : ત્રણ પ્રકાની પ્રભુપૂજા
૨૪૯ નથી એ જીવોએ આવું સત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું? એનો ઉપાય કયો ? અથવા બીજા અર્થમાં આ પ્રશ્ન વિચારીએ તો મુક્તિનો સરળ ઉપાય કયો ? | મુક્તિનો સરળ ઉપાય છે - ભક્તિયોગ... ભક્તિયોગ દ્વારા કર્મના ક્ષયોપશમ પ્રાપ્ત થતા ઉગ્ર સંયમ અને ઘોર તપની તાકાત સહેલાઈથી આવી જાય છે. વર્તમાનકાળમાં જ્યારે ઉગ્ર સંયમ અને ઘોર તપ ખુબ જ દુર્લભ છે ત્યારે ભક્તિયોગનું મહત્ત્વ ખુબ જ વધી જાય છે. વળી બીજી એક હકીકત છે કે - ગમે તેટલા ઉગ્ર સંયમ અને ઘોર તપ હોવા છતાં જેના હૈયામાં દેવ-ગુરુ અને સંઘ પ્રત્યેની ભક્તિ નથી તેના સંયમ-તપ નિરર્થક જાય છે, નિષ્ફળ જાય છે. આમ દેવ-ગુરૂની ભક્તિનું મહત્ત્વ અતિશય વધી જાય છે...
ઈતરોમાં ભક્તિયોગમાં લીન બનેલા મીરા, નરસિંહ મહેતા વગેરેના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે તો જૈનદર્શનમાં પણ ભક્તિયોગને આત્મસાત્ કરનારા આનંદઘનજી, દેવચંદ્રજી, મહોપાધ્યાય યશોવિજયજી મ. વગેરે અનેક પુણ્ય પુરૂષોના નામ પ્રસિદ્ધ છે...
ભક્તિયોગ એવો સુંદર યોગ છે કે એમાં લીન