________________
પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા
૨૪૭ આ લૌકિક સૌંદર્ય હોતે છતે લોકોતર ધર્મના અધિકારી થવાય છે માટે હવે કહે છે -
'શુભગુરુનો યોગ એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય જોડે સંબંધ તથા 'તદ્વયન સેવા એટલે સદ્ગુરૂના વચનની સેવા, ક્યારેય પણ આ લોકો અહિતનો ઉપદેશ આપતા નથી. 'આભવમ્ એટલે આસંસારમ્ સંસારના છેડા સુધી. 'અખંડા એટલે સંપૂર્ણ.
આ પ્રણિધાન નિદાન રૂપ નથી કારણ કે પ્રાયઃ નિઃસંગ અભિલાષ રૂપ છે.
આ અપ્રમત્તસંયત(૭માં ગુણસ્થાનકે)થી પૂર્વે કરવુ. (અપુનર્બલકથી છટ્ઠા ગુણસ્થાનક સુધી) કેમકે અપ્રમતાદિને (૭ અને તેથી ઉપરના ગુણસ્થાનકવાળાને) મોક્ષની પણ ઈચ્છા હોતી નથી.
આમ આવા શુભ ફળના પ્રણિધાન સુધી ચૈત્યવંદન છે....