________________
૨૪૫
પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા
અનુવાદ ગાથા - હે વીતરાગ ! હે જગ_રુ ! તમે જય પામો, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ -
૧. ભવનિર્વેદ ૨. માર્ગાનુસારિતા ૩. ઈષ્ટફલસિદ્ધિ ૪. લોકવિરૂદ્ધનો ત્યાગ. ૫. ગુરૂજનપૂજા . પરાર્થકરણ ૭. શુભગુરુનો યોગ ૮. તેમના વચનનું સેવન ભવના અંત સુધી અખંડ. (પ્રાપ્ત થાવ.)
ટીકાર્ય - "જય વીતરાગ, ગગુરુ" - આ ત્રણલોકના નાથ ભગવંતને બુદ્ધિમાં સંનિદાન માટે આમંત્રણ છે... મને મારા આત્માને તમારા પ્રભાવથી એટલે તમારા સામર્થ્યથી...'ભગવંત પ્રાપ્ત થાવ (નીચેની વસ્તુઓ).
અહિં (પૂર્વે વીતરાગ અને જગદ્ગુરૂ તરીકે સંબોધન કર્યા પછી) ફરીથી "ભગવંત" એ ભક્તિનો અતિશય પ્રગટ કરવા માટે કર્યું છે... શું પ્રાપ્ત થાય ? 'ભવનિર્વેદ' - સંસાર પર નિર્વેદ (કંટાળો). ભવથી વૈરાગ્ય થયા વગર મોક્ષ માટે પ્રયત્ન થતો નથી. સંસારથી નિર્વેદ વગરનાને તેના (સંસાર) પર પ્રતિબંધ હોવાથી મોક્ષ માટે કરાતો યત્ન નિર્જીવ ક્રિયા તુલ્ય હોવાના કારણે અયત્ન જ છે નિષ્ફળ છે. તથા,
૧૭