________________
૨૩૪
જય વીયરાય થાય તેમ જણાવેલ છે. ભવ્યત્વ એટલે આપણા આત્માની મુક્તિમાં જવાની યોગ્યતા... આ યોગ્યતાનો જેમ-જેમ પરિપાક થાય તેમ તેમ પાપકર્મોનો વિગમ થાય અને તેનાથી વધુને વધુ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. પરિણામે દુઃખમય સંસારનો ઉચ્છેદ થાય. જન્મજરા-મરણના ચક્રમાંથી છુટકારો થાય. અનંત શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. માટે શાસ્ત્રકારે હંમેશ ત્રણ વખત આ કરવાનું કહ્યું છે. વળી સંક્લેશ હોય તો વારંવાર આ કરવાનું કહ્યું છે.
ચાર શરણમાં "અરિહંત-સિદ્ધ-સાધુ અને જિનધર્મ"નું શરણું લેવાનું છે. અરિહંતો પુણ્યથી સમૃદ્ધ છે. સિદ્ધો સર્વકર્મમુક્ત સ્વરૂપાનંદથી સમૃદ્ધ છે.
મુનિઓ ઉત્તમ આચાર-વિચારોથી, સમતાદિ શુભભાવોથી સમૃદ્ધ છે.
જિનધર્મ સ્વરૂપથી અત્યંત શુદ્ધ છે, શ્રેષ્ઠ છે, સકલ કર્મોનો નાશક છે.
માટે આ ચારે મહાન તત્ત્વોના શરણથી આપણને પણ પુણ્યની વૃદ્ધિ, પાપની હાનિ, સુંદર આયારવિચારો અને નિર્મળ-શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ચાર શરણ ખૂબ જ મહત્ત્વના છે. સર્વ ભયોથી