________________
૨૪૨
જય વીયરાય કરુ છું, તેઓશ્રીના અપાર ઉપકારને સ્મૃતિપથમાં લાવું છું.
સહુ કોઈ આના વાંચન, મનન, નિદિધ્યાસન વગેરે દ્વારા પ્રભુ ભક્તિના ભાવોની ખૂબ જ વૃદ્ધિ કરે એજ શુભેચ્છા, આમાં કંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ આવેલ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્ દેવાની સાથે સજ્જનોને તેની શુદ્ધિ સૂચવવા આગ્રહ ભરી વિનંતિ છે.
जो जाणइ अरिहंतं दव्वगुणपज्जवंतेहिं ।। सो जाणइ अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ।। દ્રવ્ય ગુણ પર્યાયથી જે અરિહંત પરમાત્માને જાણે છે, તે આત્માને (પોતાને) જાણે છે, તેનો મોહ નાશ પામે છે.