________________
૨૪૦
જય વીયરાય
છે, અર્થની સમજણ આપી છે. પણ નમુન્થુણં વગેરે ચૈત્યવંદનના બધા જ સૂત્રોના વિશિષ્ટ અર્થો સમજવાથી ભાવની વૃદ્ધિ થાય છે.
લલિતવિસ્તરામાં હરિભદ્રસૂરિ મ. જણાવે છે "शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनम् । रसतुल्यो ह्यत्रार्थः । स खलु प्रीणयत्यन्तरात्मानम् । ततः संवेगादिसिद्धेः, अन्यथा त्वदर्शनात् । तदर्थं चैष प्रयासः ।"
-
અર્થના જ્ઞાન વિનાનું સૂત્ર સુકી શેરડી ચાવવા જેવું છે. કેમકે અહિં અર્થ રસસમાન છે. અને તે આત્માને અત્યંત આનંદ આપે છે, તેનાથી (અર્થથી) સંવેગાદિ સિદ્ધ થાય છે, તેના વિના સંવેગાદિ ભાવોની સિદ્ધિ દેખાતી નથી.
ચૈત્યવંદન વગેરેના સૂત્રો ચિંતામણી રત્ન સમાન
છે.
પરંતુ ચિંતામણી રત્ન પણ એના વિશિષ્ટગુણ સારી રીતે જાણે અને એના પર શ્રદ્ધા બહુમાનાદિ અતિશયભાવ પૂર્વક તથા અવિધિ રહિત એને સેવે તેને જ લાભ કરે છે. ભીલ જેવો અબુઝ မှဲ့ ચિંતામણિ હાથમાં છતા એની વિશેષતા જાણતો નથી અને બીજા કાચના ટુકડા સમાન એને લેખે છે એને