________________
૨૩૮
જય વીયરાય ३२. भावनीयमौदार्य ઉદારતા એ સૌથી મહત્ત્વનો ગુણ છે. એક માત્ર ઘનત્યાગ પૂરતી ઉદારતાની વાત નથી પણ સર્વત્ર, સર્વ પ્રસંગોમાં ઉદારતા આવશ્યક છે. બીજાની સાથેના વ્યવહારમાં ઉદારતાથી સામાનો પ્રેમ જીતી શકાય છે. બીજાનું આપણાં પ્રત્યે પ્રતિકૂળ વર્તન હોય તો તેને ભૂલીને પ્રસંગે આપણે તેના પ્રત્યે અનુકૂળ વર્તન કરવું. બદલો લેવાની જરા પણ ઈચ્છા ન કરવી, આ બધી ઉદારતા છે. ઉદારતાથી નિઃસ્વાર્થીપણું, પરાર્થવૃત્તિ, તત્તાનુસારિતા વગેરે પ્રાપ્ત થાય છે.
પ્રસંગે આપણા સ્વાર્થને, આપણી મોટાઈને ગૌણ કરીને સામાને માન આપવું તે પણ ઉદારતા છે. આશ્રિતોના અવિનયાદિને પણ ભૂલી જઈ તેમના હિત માટે પ્રવૃત્તિ કરવી એ પણ ઉદારતા છે. અનેક પ્રકારની ઉદારતા જીવનમાં આચરવાની અને તેનાથી હૃદયને ભાવિત કરવાનું.
३३. वर्तितव्यमुत्तमज्ञातेन આપણી સામે ઉત્તમપુરૂષોના અને અધમપુરૂષોના બધા જ આલંબનો છે. આપણે તેમાંથી ઉત્તમપુરૂષોના આલંબનને સ્વીકારી તે મુજબ વર્તન કરતા રહેવાનું.