________________
૨૩૯
કર્તવ્યની કમનીય કેડી આનાથી ઉત્તમતા પ્રાપ્ત થાય, અને ગુણોની સાધના દ્વારા શીઘ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે...
આવા ભૂમિકાના ગુણોને ધારણ કરનારની પ્રવૃતિ સમ્યક હોય છે. એટલે આવા જીવો માર્ગાનુસારી અપુનબંધકાદિ હોય છે. કેમકે અપૂનબંધકાદિમાં જ આવા ગુણો હોય છે. અન્યમાં નથી હોતા. અને તેથી આવા અપુનબંધકાદિ જીવોને ચૈત્યવંદન સિદ્ધ થાય છે. સમ્યફ થાય છે.
માટે ભૂમિકાના ગુણો અને કર્તવ્યો કરતા જવાના. સાથે પરમાત્મા દેવાધિદેવની ઉત્તમ દ્રવ્યોથી પૂજા વગેરે પણ શ્રાવકોએ કરવાની. પછી અત્યંત ભાવપૂર્વક ચૈત્યવંદન કરવું. ઉત્કૃષ્ટ દેવવંદનમાં આવતા નમુત્થણં, અરિહંત ચેઈઆણં, લોગસ્સ, પુષ્પરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં વગેરે સૂત્રો દ્વારા પરમાત્માના ગુણો યાદ કરાય છે અને અત્યંત ભાવપૂર્વક વંદના થાય છે.
વંદનામાં અંતે "જયવીયરાય" સૂત્રમાં પ્રભુને અત્યંત સંવેગ ગર્ભિત પ્રાર્થના કરાય છે, તેમાં છ + બે + એક + ચાર (આમ ચાર વિભાગમાં થઈ) કુલ તેર વસ્તુની યાચના કરાય છે.
અહિં જયવીયરાય સૂત્રનું વિશેષ વિવેચન કરાયું