________________
૨૩૭
કર્તવ્યની કમનીય કેડી અધિષ્ઠાયકોને પણ યાદ કરી તેમનું પૂજન કરવુ જોઈએ જેથી મંત્રના ફળની શીધ્ર પ્રાપ્તિ થાય છે.
३१. श्रोतव्यानि सच्चेष्टितानि ઉત્તમ પુરૂષોના શ્રેષ્ઠ આચરણોવાળા દૃષ્ટાંતો સાંભળતા રહેવા.
શાલિભદ્ર, મેઘકુમાર, વિજય શેઠ-વિજયા શેઠાણી, પૃથ્વીચંદ્ર-ગુણસાગર, પન્ના અણગાર, સનસ્કુમાર ચક્રવર્તી, ભગવાન મહાવીર પરમાત્મા, શાંતિનાથ ભગવાન આદિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, તથા તીર્થકરો, ચક્વર્તીઓ વગેરેના ઉત્તમ ચરિત્રો સાંભળવા. તેમણે કરેલા તપ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્યપાલન, દાન વગેરેના દૃષ્ટાતો સાંભળવાથી આત્મામાં વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. આપણને પણ તેમના જેવા કાર્યો કરવાનું મન થાય છે. વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ઉત્તમ આરાધનામાં પરાક્રમોની વૃદ્ધિ થાય છે.
પૂ. ગુરુદેવશ્રી ભાનવિજયજી મ. સા. મુંબઈમાં સં. ૨૦૦૫-૨૦૦૭, ૨૦૦૮ વગેરે ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ઉત્તમ પુરૂષોના પરાક્રમનુ જ વારંવાર ખૂબ વર્ણન કરતા, જે સાંભળવા દ્વારા અનેક આત્માઓ વૈરાગી બન્યા અને સંયમના સાધક બન્યા. માટે ઉત્તમપુરૂષોની ઉત્તમ સાધનાના પ્રસંગોને અવશ્ય સાંભળવા.