________________
કર્તવ્યની કમનીય કેડી
૨૩૫ આપણને મુક્ત કરનારા છે. આ ચાર શરણ સ્વીકારીને આપણે નિશ્ચિત થઈ શકીએ છીએ.
જેમ કોઈ નિર્બળ રાજા કે દેશ પોતાનાથી બળવાન શત્રુઓના ભય વખતે શત્રુ કરતા પણ વધુ બળવાળા અન્ય રાજા કે દેશના શરણે જાય તો તેને કોઈ ભય રહેતો નથી, એ જ રીતે ભવજંગલમાં સર્વ શ્રેષ્ઠ, બળવાન એવા આ ચારને શરણે ગયા પછી આપણને પણ કર્મરૂપી શત્રુઓ કે દોષરૂપી અંતરંગ શત્રુઓનો ભય રહેતો નથી. પણ વાસ્તવિકતા એ છે કે સાચા હૃદયથી શરણ સ્વીકારવું આવશ્યક છે.
શરણના સ્વીકાર સાથે ગયા ભવોના કે આ ભવમાં પણ થયેલ દુષ્કતોની આત્મ સાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગહ કરવી અત્યંત આવશ્યક છે.
પૂર્વે અજ્ઞાનપણામાં, અનાદિકાળના કુસંસ્કારોના અભ્યાસના કારણે અનેક દુકૃતો આપણે કર્યા છે. તેનાથી અશુભ કર્મ પણ બાંધ્યા છે. વળી ક્યારેક તીવ્ર સંક્લેશથી તીવ્ર અશુભ અનુબંધ પણ બંધાયા છે. અનુબંધના કારણે દુષ્કતોની પરંપરા ચાલે છે. આમાંથી છૂટવાનો ઉપાય એક જ છે-'દુષ્કૃત ગહ'...