________________
૨૩૬
જય વીયરાય
અરિહંત પરમાત્માદિ પાંચે પરમેષ્ઠિની આશાતના, અવગણના, માતા-પિતાદિ વડિલો પ્રત્યે પણ અસદ્ભાવ, અનિષ્ટ વર્તન વગેરે અનેક પ્રકારના દુકૃતોનો સમુદાય આપણે કર્યો છે. આ બધાની તીવ્ર સંવેગપૂર્વક, તીવ્ર પશ્ચાત્તાપ પૂર્વક નિંદા થતાં આ બધા દોષોના અનુબંધ તૂટે છે. એના દ્વારા બંધાયેલા કર્મોનો સંપૂર્ણ નાશ થાય છે અથવા રસ ઘટે છે.
વળી જેમ દુષ્કતો હેય છે તેમ સુકૃતો ઉપાદેય છે. સ્વજીવનમાં થયેલ સુકૃતોની અને અન્ય પણ વિશ્વમાં થયેલ, થતા, થનારા સુકૃતોની પણ અત્યંત ભાવપૂર્વક અનુમોદના એ કર્તવ્ય છે. આનાથી આપણા પુણ્યના અનુબંધવાળુ એટલે પુણ્યાનુબંધિ પુણ્ય પુષ્ટ થાય છે. તેનાથી ભરપૂર શુભાનુષ્ઠાનોની પ્રાપ્તિ થાય છે જે અલ્પસમયમાં નિર્વાણપદે પહોંચાડે છે. - આ ત્રણે વસ્તુઓ પ્રણિધાનપૂર્વક વારંવાર કરવાથી આપણું તથાભવ્યત્વ પરિપાક થયે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ દ્વારા શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આ ત્રણ અવશ્ય હંમેશ કરવા.
३०. पूजनीया मन्त्रदेवता મંત્રોનો જાપ વગેરે કરવાની સાથે મંત્રના