________________
૨૪૧
કર્તવ્યની કમનીય કેડી એનો લાભ ક્યાંથી થાય ? એ જ પ્રમાણે સૂત્રો પણ એના અર્થનો સારી રીતે બોઘ હોય, તેથી એના પર અતિશય શ્રદ્ધા-બહુમાનાદિ જાગી, અવિધિરહિત ચૈત્યવંદનાનુષ્ઠાન રૂપે એની ઉપાસના કરતો હોય, એને જ મહાકલ્યાણ સાધી આપે છે, અર્થની ઉપેક્ષા કરનારને નહિ.
અહિં "જયવીયરાય" સૂત્રનું વિવેચન પૂર્ણ થાય
છે.
પ્રભુભક્તિમાં, ચૈત્યવંદનમાં, તથા જયવીયરાય સૂત્રમાં કરાતી પ્રાર્થનાઓમાં ખૂબ સુંદર ભાવવૃદ્ધિ થાય તે માટે યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે. - પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ મ. વિરચિત લલિતવિસ્તરા, પૂજ્યપાદ આ. શાંતિસૂરિ મ. વિરચિત ‘ચેઈયવંદણ મહાભાસ, પૂજ્યપાદ દેવેન્દ્રસૂરિ મ. સા. વિરચિત ચૈત્યવંદનભાષ્ય (સંઘાચાર સટીક), તથા પૂજ્યપાદ પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. વિરચિત લલિતવિસ્તરા પરના "પરમતેજ" નામના વિવેચન વગેરે ગ્રંથોના આધારે આ "જયવીયરાય" સૂત્રના આ વિવેચનનું નિર્માણ કર્યું છે. એ પૂજ્યો પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રગટ