________________
૨૨૨
ક્ય વીયરાય ચૈત્યવંદનની સિદ્ધિ માટેના કર્તવ્યો
સર્વશ્રેષ્ઠ એવા ચૈત્યવંદનના પ્રણિધાન વિષે વિચાર્યું, પણ પ્રણિધાન કંઈ અત્યંત સરળ નથી કે સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. તે માટે ઉત્તમ વિચારો અને આચારોનું પાલન જોઈએ. તો જ ઉચ્ચકોટિનું પ્રણિધાન (ભાવો) પ્રાપ્ત થાય. લલિતવિસ્તરામાં આ પ્રણિધાન કે ચૈત્યવંદનની પ્રાપ્તિ માટે ભૂમિકાના તેત્રીશ કર્તવ્ય બતાવ્યા છે જે સંક્ષેપમાં વિચારી લઈએ.
एतत्सिद्ध्यर्थं तु, १. यतितव्यमादिकर्मणि
આદિ ધાર્મિકના કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવુ. આદિઘાર્મિક એટલે ધર્મના પ્રારંભ માટે જોઈતા દયા, દાન, ક્રોધ ત્યાગ, સત્ય, પ્રીતિ, ગુણાનુરાગ, સદાચાર, નમ્રતા, ગુરુજનોની પૂજા, દેવગણોને વંદન, પરિવાર પ્રત્યે વાત્સલ્ય, નિંદા ત્યાગ, ગુણગ્રહણ, સ્વપ્રશંસામાં લજ્જા, પરાર્થકરણ, ધર્મજનની અનુમોદના વગેરે ગુણો તથા કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવું.
२. परिहर्तव्यो अकल्याणमित्रयोगः 'સંગ તેવો રંગ સમજીને અકલ્યાણમિત્રોના સંયોગનો ત્યાગ કરવો. આત્મહિતમાં જોડે તે કલ્યાણ મિત્ર.