________________
કર્તવ્યની કમનીય કેડી
૨૨૭ સુધી અનેક યુદ્ધો વગેરે ખેલી સંપત્તિ પ્રાપ્ત કરી, સુવર્ણની દ્વારિકા નિર્માણ કરી, અંતિમકાળે આખી દ્વારિકા પણ ખલાસ થઈ અને છેલ્લે જંગલમાં પોતાના જ ભાઈ જરાકુમારના હાથે બાણથી હણાયા અને નરકમાં પહોંચી ગયા.
આપણે પણ વિચારવું કે, મૃત્યુ ઝડપથી સામે આવી રહયું છે. મૃત્યુ પછી પુણ્ય-પાપ જ સાથે આવવાના છે. બાકી બધું અહિં જ રહી જવાનું છે, તો પછી શા માટે ખોટા મમત્વ કરી મારે ગતિ બગાડવી કે સંસાર વધારવો. મૃત્યુ નજર સામે રાખી અપ્રમાદપણે આરાધના કરતા રહેવું. સ્વ. પૂ. આ. યશોદેવસૂરિ મ. (પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ. ના પટ્ટધર) છેલ્લે વૃદ્ધાવસ્થામાં રાત્રે જાગીને કાઉસ્સગ્ન વગેરે કરતા. તે વખતે તેમના પટ્ટધર પૂ. ગિલોયનસૂરિ મ. વિનંતિ કરી કે, 'ગુરૂદેવ ! શરીરને આરામ આપો ને ? ત્યારે પૂ. યશોદેવસૂરિ મ. એ બહુ થોડા જ શબ્દોમાં કહ્યું - "જો સામે દિવાલમાં મને વંચાય છે કે - 'મારું મૃત્યુ નજીકમાં છે.... હવે મારે પ્રમાદ કેવી રીતે પોષાય ?"
આપણે પણ મૃત્યુને નજર સમક્ષ રાખી ધર્મ આરાધના વેગવંતી બનાવવી જોઈએ.