________________
કર્તવ્યની કમનીય કેડી
ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરાવવુ એ જ ઉત્તમ મુનિઓનું કર્તવ્ય છે. ગૃહસ્થોએ પણ ગુરુ પાસેથી ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરવું જેથી વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય, ધર્મના પરિણામો વિશેષ પ્રકારે જાગતા રહે.
१२. भावनीयं महायत्नेन
૨૨૫
શાસ્ત્રોના શ્રવણમાત્રથી વિશેષ લાભ ન થાય. જિનવચન, શાસ્ત્રવચનો અતિશય ગંભીર હોય છે. અનેક અર્થસભર હોય છે. શાસ્ત્રવાક્યોના ચિંતનમનન ખુબ કરતા રહેવાના, શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરવા પ્રયત્ન કરતા રહેવાનો, શાસ્ત્રવચન આત્મામાં પરિણત થાય અને તે મુજબ આપણી પરિણતિનું ઘડતર થાય.
१३. प्रवर्तितव्यं विधानतः
શાસ્ત્રમાં કહેલ વાતોને આચરણમાં મુકવી. શાસ્ત્રશ્રવણ અને ભાવન થયા પછી પણ શક્ય પાલન ન આવે તો ભાવિતપણું કે પરિણતિ બહુ ટકતી નથી.
શાસ્ત્રશ્રવણનો સાર દુષ્કૃતોનો શક્ય ત્યાગ અને સુકૃતોનું શક્ય આચરણ છે. આનાથી જ જીવનનું ઉત્થાન થાય છે.