________________
કર્તવ્યની કમનીય કેડી
૨૨૯ જીવન અત્યંત વ્યથાઓથી ભરપૂર બને છે. તેઓ ચારિત્ર લઈને સદ્ગુરુની સેવા પણ શી રીતે કરી શકવાના ? માટે ગૃહસ્થ જીવનમાં પણ વડિલોની સેવા ખૂબ કરી જીવન સફળ કરવું.
१९. कर्तव्यं योगपट्टदर्शनं યોગપટ્ટ એટલે મંગાક્ષરાદિથી સહિત ઈષ્ટદેવતા વગેરેના ચિત્રમય પટના દર્શન કરવા. આનાથી શ્રદ્ધાબળ અને એકાગ્રતાનો અભ્યાસ મળે છે. ધ્યાનયોગમાં આગળ વધાય છે. મન પવિત્ર અને સ્થિર થાય છે.
૨૦. રથા નીયં તદ્રુપમ યોગપટના દર્શન વારંવાર કર્યા પછી અભ્યાસથી તેના અભાવમાં પણ મનમાં તેનું સ્થાપન કરી ધ્યાન કરી શકાય છે. જિનપ્રતિમાદિના દર્શન પણ આ જ રીતે કરી તેનું ધ્યાન કરી શકાય છે. આનાથી પણ મનની વિશિષ્ટ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
२१. निरूपयितव्या धारणा યોગપટને હૃદયમાં સ્થાપન કર્યા પછી તેની ધારણા કરતા રહેવું. આખા યોગપટને હૃદયમાં સ્થાયી વારંવાર ચિંતન કરવું. આનાથી શુભ સંસ્કાર ગાઢ બને છે.
૧૬