________________
૨૩૦
જય વીયરાય २२. परिहर्त्तव्यो विक्षेपः શુભ પ્રણિધાનમાં વિક્ષેપો વારંવાર આવે છે. યોગપટના દર્શન, હૃદયમાં સ્થાપન અને ધારણા પ્રવૃત્તિ ચાલતી હોય, ત્યારે વચ્ચે અનેક વિક્ષેપો આવે છે. આ વિક્ષેપોથી ધ્યાન, ધારણા બહોળાઈ જાય છે. આપણને અનુભવ છે - શુભ કાર્યો કે ચિંતનમાં ઘણા આડા-અવડા વિકલ્પો આવી જાય છે અને આપણી ઉત્તમ સાધનાને ડહોળી નાંખે છે. માટે આ બધા વિક્ષેપોને પણ દૂર કરવા.
२३. यतितव्यं योगसिद्धौ યોગ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો. કોઈ પણ સાધના પ્રારંભ કર્યા પછી બિલકુલ પ્રમાદ વગર એને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
સામાન્યથી 'યોગ'શબ્દનો અર્થ મોક્ષની સાથે જોડી આપે તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે. પરંતુ, વિવિધ અવસ્થામાં વિવિધ પ્રકારની સાધનાઓ હોય છે. આ બધી સાધનાઓને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પાઠાંતરમાં 'યોગશુદ્ધો પાઠ છે એનો અર્થ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાના યોગો જે રાગાદિથી અશુદ્ધ બન્યા છે તેને વધુને વધુ શુદ્ધ કરવા પ્રયત્ન કરવો.