________________
૨૨૮
જય વીયરાય १७. भवितव्यं परलोकप्रधानेन જીવનની બધી ચર્યા પરલોકની પ્રધાનતા રાખીને કરવી. એટલે અર્થવ્યવસ્થા, કામસુખો વગેરેમાં નજર સામે પરલોક રાખી પ્રવૃત્તિ કરવી. અહિં કંઈ પણ અન્યાય, અનીતિ, અસદાચાર આચરશું તો પરલોકમાં અશુભ ફળ ભોગવવું પડશે. એવા પરલોકના ભયથી પણ પાપોથી અટકી જવાય છે અને પુણ્ય વધે તેવી પ્રવૃત્તિ થાય છે. માટે સતત પરલોક નજર સામે રાખી પ્રવર્તવું.
૧૮. વિતવ્યો ગુરુનઃ વડિલોની સેવા કરવી. માતા-પિતાદિ વડિલો, વિદ્યાગુરૂ અને ધર્મગુરુની સેવાભક્તિ ખૂબ કરવી. વડિલોની સેવા કરનાર વડિલોના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ખૂબ સુખ-શાંતિ-સંપત્તિ વગેરે પ્રાપ્ત કરે છે. માતા-પિતાની ખૂબ સેવા કરનાર કંઈક પુણ્યશાળી જીવો ખુબ આગળ વધી રહ્યા છે. ભવિષ્યમાં ચારિત્ર વગેરે પણ મળે છે, ઉતમગુરુનો યોગ પણ મળે છે અને ઉત્તમગુરુઓની સેવા પણ ખુબ સારી કરી શકે છે. યાવત્ પોતાની મુક્તિને નિકટ કરી શકે છે. પ્રતિપક્ષમાં માતા-વડિલોની સેવા ઉપાસના નહીં કરનારના