________________
કર્તવ્યની કમનીય કેડી
૨૨૩ આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિમાં જોડે તે અકલ્યાણમિત્ર.
३. सेवितव्यानि कल्याणमित्राणि
કલ્યાણમિત્રોને સેવવા-સંગ કરવો. જેથી આત્મહિત પ્રવૃત્તિઓમાં વેગ મળે...
૪. ન નધનીયોતિસ્થિતિઃ
ઉચિતમર્યાદાઓને ઓળંગવી નહીં. અર્થોપાર્જનમાં પ્રામાણિકતાની અને કામપુરૂષાર્થમાં સદાચારની મર્યાદા ઓળંગવી નહીં. બીજી પણ મર્યાદાઓ ઓળંગવી નહી. ५. अपेक्षितव्यो लोकमार्गः
લોકમાર્ગની સાપેક્ષ રહેવું. લોકમાર્ગ એટલે શિષ્ટજનમાન્ય દેશાયાર, સમાજમાં પણ શિષ્ટ પુરૂષોએ લોક સન્માર્ગમાં રહે તે માટે અમુક દેશાયારો સ્થાપન કરેલા હોય છે. તેની ઉપેક્ષા કરવાથી ઉન્માર્ગ પ્રયાણ થાય. લોકમાં પણ નિંદાને પાત્ર બનાય માટે તેમ ન કરવું.
६. माननीया गुरुसंहतिः માતા-પિતા, વડિલબંધુ, અન્ય વડિલો, વિદ્યાગુરુ, ધર્માચાર્ય આ બઘા પર અંતરથી બહુમાન રાખી ઉચિત વિનય કરવો. આનાથી ઘણાં લાભ થાય છે.