________________
જય વીયરાય
विगहाविवायरहिओ, वज्जंतो मूयढड्ढरं सद्दं वंदइ सपयच्छेयं वायापणिहाणमेयं तु ।। पेहंतो पमज्जंतो उट्ठाणनिसीययाइं कुणइ । वावारंतरहिओ वंदइ इय कायपणिहाणं || અહિં (ચૈત્યવંદનને વિષે) મન-વચન-કાયાની સમાધિ અવસ્થા (સ્વસ્થતા), રાગદ્વેષનો અભાવ, અન્યત્ર ક્યાંય ઉપયોગ ન રહે એ ત્રણ પ્રકારનું પ્રણિધાન જાણવું.
૨૨૦
આ ત્રણ પ્રકારનું (મન-વચન-કાયા) પ્રણિધાન ચૈત્યવંદનમાં પ્રારંભથી જ કરવાનું છે. અંતે ચૈત્ય (પ્રતિમા)વંદના મુનિવંદન, અને પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન કરવાનું છે. (જાવંતિ ચેઈયાઈં, જાવંત કેવિ સાહૂ, જયવીયરાય સૂત્રથી)
અહિં ભાષ્યમાં કહેલ ભાવના આ મુજબ છે. અન્ય કોઈ પણ કાર્યનું ચિંતન ન કરે.
આર્ય-રૌદ્ર ધ્યાન દૂર કરે.
એકાગ્ર ચિત્તથી વંદના કરે, આ મનપ્રણિધાન
થયું.