________________
પ્રણિધાન......... પરમતાની પગદંડી
૨૧૯ કરવાની છે, પ્રાર્થના કરવાની છે. તે વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કરવાની છે માટે 'જયવીયરાય સૂત્રનો 'પ્રણિધાનસૂત્રમ્ તરીકે ઉલ્લેખ કરાય છે.
આમ આવા પ્રકારના શ્રેષ્ઠ ફળને આપવાવાળા પ્રણિધાન સૂત્ર સુધી ચૈત્યવંદન થયું.
શાસ્ત્રકાર કહે છે - આ રીતે ચૈત્યવંદન કરીને આચાર્યાદિ (આયાર્ય-ઉપાધ્યાય-સાધુ વગેરે)ને વંદન કરી કદાગ્રહ રહિત બની યથોચિત કર્તવ્ય કરે.
આમ અહિં આપણે પ્રણિધાન વિષે ખૂબ શક્ય વિસ્તારથી વિચાર્યું.
ચૈત્યવંદનભાષ્યની ટીકામાં ચૈત્યવંદનમાં કરાતા પ્રણિધાન વિષેની ગાથાઓનો અર્થ વિચારીએ.
इह पणिहाणं तिविहं मणवयकाइयाण जं समाहाणं । रागद्दोसाभावो उवओगित्तं न अन्नत्थ ।। एयं पुण तिविहं पि हु वंदंतेणाइओ हु कायव्वं । चिइवंदण मुनिवंदण पत्थणरुवं तु पज्जंते ।। अत्र चेयं भाष्योक्ता भावना - चिंतइ न अन्नकज्जं, दूरं परिहरइ अट्टरुद्दाइं । एगग्गमणो' वंदइ मणपणिहाणं हवइ एयं ।
૧. પર્યાનસ્વનયોરિતિ
| |