________________
પ્રણિધાન...... પરમતાની પગદંડી
૨૧૭ ભવાનરમાં મહાવિદેહક્ષેત્રમાં કે ભરત-ઐરાવતમાં ચોથા આરામાં લાખો પૂર્વેના આયુષ્યવાળો મનુષ્ય ભવ મળે છે. ઉત્તમ કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે, કલ્યાણ મિત્રોનો યોગ મળે છે અને ત્યાં નિરંતર દીર્ઘકાળ સુધી અત્યંત બહુમાનપૂર્વક જિનપૂજાદિ થાય છે અથવા ભાવપૂજારૂપ સંયમની પ્રાપ્તિ થાય છે. નિરંતર એટલે વચ્ચે પડ્યા (ખંડિત થયા વગર સતત જે સાધના થાય છે તેના પ્રભાવે ઉક્ત શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ અને પ્રજ્ઞા ખૂબ વધતી જાય છે અને આ પાંચના કારણે સર્વવિશેષણોની શુદ્ધિ થાય છે અર્થાત્ સાધનામાં વિધ્ધભૂત-અવરોધભૂત સઘળા અનિષ્ટો ખતમ થઈ જાય છે અને સકલોપાધિ-શુદ્ધ એટલે સાધનાની એક પણ અંગની ખામી રહેતી નથી. સાધનાના સઘળા વિશુદ્ધ ઉત્કૃષ્ટ અંગો પ્રાપ્ત થાય છે અને આ સર્વ ઉપાધિ વિશુદ્ધ સાધનાથી જીવ શીધ્ર સકલ કર્મબંધનોથી મુક્ત થઈ શાશ્વત અનંત સુખને પ્રાપ્ત કરે છે. ' (૧૦-૧૧) પ્રણિધાનનું માહા - 'सेयं भवजलधिनौः प्रशान्तवाहितेति परैरपि गीयते ।' अज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन ।