________________
૨૧૮
જય વીયરાય આ પ્રણિધાન સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન એવી પ્રશાન્તવાહિતા છે. અર્થાત્ પ્રણિધાન સાધક જીવનું ચિત્ત અત્યંત રાગાદિ આંતરશત્રુઓના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી યુક્ત રહે છે. રાગાદિના કોઈ ઉછાળા નહિ. ચિત્તમાં સદા પ્રશાન્તતા જ ચાલ્યા કરે. આ પ્રશાન્તવાહિતા એ સંસારસમુદ્ર તરવા માટે નૌકા સમાન છે.
પ્રણિધાનના ઉપદેશનો પ્રભાવ - પ્રણિધાનના આ ઉપદેશ દ્વારા અજ્ઞાત જીવોને પ્રણિધાન વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને હૃદયને આનંદ થાય છે. વળી હૃદયમાં ઉપદેશ એકાંતે પરિણમે છે અને પ્રણિધાનના આ માર્ગની જાણ થતાં સાધના અખંડિત ચાલે છે, ખંડિત થતી નથી. અનાભોગથી પણ તેમનું પ્રયાણ મોક્ષમાર્ગ તરફ જ ચાલુ રહે છે. લૌકિક નિકાચિત પુણ્યના ભોગવટામાં પણ તેમની આત્મપરિણતિ સદા જાગૃત હોઈ તેઓ મોક્ષમાર્ગ તરફ જ આગળ વધે છે.
આ રીતે પ્રણિધાન પર વિશેષ વાતો વિયારી, પ્રણિધાનનું મહાભ્ય પ્રભાવ વગેરે વિચાર્યા. સમસ્ત ચૈત્યવંદન પ્રણિધાનપૂર્વક કરવાનું છે, આમ છતાં છેલ્લા 'જયવીયરાય સૂત્રમાં પરમાત્મા પાસે આશંસા