________________
૨૧૫
પ્રણિધાન... પરમતાની પગદંડી કરતાં તમને તે વસ્તુઓની પ્રાપ્તિ થશે. અને તેના દ્વારા શીઘ સંસારમાંથી મોક્ષ થશે. સર્વ દુઃખનો નાશ થવા દ્વારા અનંત સુખની પ્રાપ્તિ થશે.
૮-૯ પ્રત્યક્ષ-પરોક્ષ લાભ अतिगम्भीरोदारमेतत्, अतो हि प्रशस्तभावलाभाद् विशिष्टक्षयोपशमादिभावतः प्रधानधर्मकायादिलाभः । तत्रास्य सकलोपाधिशुद्धिः दीर्घकाल-नैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्य-स्मृति-समाधि-प्रज्ञावृद्ध्या ।
આ પ્રણિધાન અત્યંત ગંભીર અને ઉદાર સાધના છે. આનાથી પદાર્થોના છેક ઉંડાણમાં પહોંચી પારમાર્થિક તત્વની પ્રાપ્તિ થાય છે. શુભવિષયના પણ ગંભીર અને વિશાળ સ્વરૂપની પ્રાપ્તિ આનાથી થાય છે માટે આ ગંભીર અને વિશાળ છે. આ પ્રણિધાનથી જે અત્યંત પ્રશસ્ત ભાવનો લાભ થાય છે તેનાથી તાત્કાલિક મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહનીય વગેરે કર્મનો ક્ષયોપશમ ભાવ પ્રાપ્ત થાય છે, અર્થાત્ રાગ-દ્વેષાદિની ગ્રંથિઓ વિલય પામે છે. બીજા પણ ઘાતિકર્મના ક્ષયોપશમ ભાવ પ્રાપ્ત થાય છે, એટલે સમ્યગ્દર્શન ઉજ્વળ બને છે. ચારિત્ર નિર્મળ બને છે. જ્ઞાન, વીર્ય વગેરેની વૃદ્ધિ થાય છે, આત્મા અત્યંત શુભ