________________
પ્રણિધાન........ પરમતાની પગદંડી
૨૧૩ આ લિંગો દ્વારા પ્રણિધાનની ઓળખ થાય છે. ૭. પ્રણિધાનનું સામર્થ્ય - स्वल्पकालमपि शोभनमिदं सकलकल्याणाक्षेपात् ।
આ રીતે વિશુદ્ધ હૃદયથી થતાં પ્રણિધાનનું સામર્થ્ય છે. અલ્પ પ્રણિધાનથી સકલ કલ્યાણોનું આકર્ષણ થાય છે.
પ્રણિધાન એ મનનો વિષય છે. મનુષ્યનું મન ખૂબ જ બળવાન છે. વચન-કાયાની પ્રવૃત્તિ મનના પરિણામમાં સહાયક કારણ બને છે પણ કર્મબંધનિર્જરા તો મનના પરિણામને અનુસારે જ થાય છે. એટલે ચોરીમાં લગ્નની પ્રવૃત્તિ વખતે પણ તીવ્ર વૈરાગ્યમાં રમતા મન દ્વારા ગુણસાગરે ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન મેળવ્યું. પૃથ્વીચંદ્રએ એ જ રીતે રાજ્યગાદી પર બેઠા-બેઠા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
અલ્પ સમયનું પણ શુભ પ્રણિધાન વિપુલ કર્મનિર્જરા અને પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવી આપે છે. મોહનીય કર્મની નિર્જરા દ્વારા સુંદર ક્ષયોપશમ પ્રાપ્ત થતાં ગુણોની પ્રાપ્તિ થાય છે. ધર્મનો ઉલ્લાસ વધતો જાય છે સંવેગ ભાવની વૃદ્ધિ થતી જાય છે. બીજી બાજુ પુણ્યાનુબંધિ પુણ્યની વૃદ્ધિ દ્વારા સ્વર્ગાદિના
૧૫