________________
૨૧૪
જય વીયરાયા સુખો પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં પણ ઉત્તમકુળમાં જન્મ, સુંદર આરોગ્ય, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ઉત્તમ યશ, કીર્તિ, આદેયતા વગેરેની પ્રાપ્તિ થાય છે. આમ પ્રણિધાનથી બાહ્ય-અત્યંતર સમૃદ્ધિમાં આગળ વધતો જીવ છેક ક્ષપકશ્રેણિ પર આરોહણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શીઘ મુક્તિ મેળવે છે. આમ પ્રણિધાન સર્વકલ્યાણોનું આકર્ષણ કરે છે. માટે પ્રણિધાનને પ્રાપ્ત કરવા યથાશક્ય પ્રયત્ન કરવો એ કલ્યાણકામી જીવોનું કર્તવ્ય છે.
માટે હે ભવ્ય જીવો ! ૧. પ્રભુ ભક્તિ ચૈત્યવંદન પ્રત્યે ખૂબ જ બહુમાનવાળા બની ૨. શક્ય વિધિ સાચવવામાં તત્પર થઈ ૩. સાથે સંસાર વ્યવહારમાં પણ ઉચિત વૃત્તિવાળા થઈ પ્રણિધાનના અધિકારી બનો. પછી અંદર પ્રણિધાન થાય માટે ઉત્તમ દ્રવ્યોથી વિધિપૂર્વક પ્રભુની અષ્ટપ્રકારી વગેરે પૂજા કરો. અને ત્યાર પછી અત્યંત ભાવવાહી થઈ પ્રભુનું ચૈત્યવંદન કરો. ચૈત્યવંદનના સૂત્રો અખ્ખલિતપણે અને શુભ ભાવપૂર્વક ઉચ્ચારી અંતે જયવીયરાય સૂત્ર દ્વારા અત્યંત પ્રણિધાનપૂર્વક આઠ અને તેર વસ્તુની આશંસા કરો. પ્રભુને પ્રાર્થના કરો. આ બધુ ખૂબ ઉલ્લાસથી વિધિપૂર્વક