________________
૨૧૨
જય વીયરાય તે-તે ફુલોચિત વૃત્તિ બતાવી છે. કમનસીબે આજે આનું શીર્ષાસન થઈ ગયું છે. સંપત્તિ મેળવવા માણસ ગમે તે કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. કુલોચિતવૃત્તિમાં ન્યાયસમ્પન્નતાની પ્રધાનતા છે. આજે ગમે તે રીતે ઘોરહિંસા, ભારે વિરાધના, અન્યાય, અનીતિ કરીને મનુષ્ય ધન મેળવવાની પાછળ દોટ મૂકી છે. અનીતિ, અન્યાય, ઘોર આરંભ-સમારંભથી ધન મેળવવામાં હૃદય કેટલું બધુ કલુષિત થાય છે ! આવા કલુષિત હૃદયવાળાને શુભ પ્રણિધાન સિદ્ધ શી રીતે થાય ?
આજે ધર્મસંસ્થાઓમાં આવતાં આ ક્લિષ્ટ દ્રવ્યથી ધર્મ સંસ્થાઓ વગેરેમાં પણ ભારે દૂષિત વાતાવરણ દેખાય છે.
શ્રાવકોએ ધનના લોભ ખાતર થતી અત્યંત અનુચિત પ્રવૃત્તિઓનો અવશ્ય ત્યાગ કરવો જ પડશે, તો જ તેઓની પ્રભુભક્તિ વગેરે વાસ્તવિક બનશે. ૬. પ્રણિધાનનું લિંગ - प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादिः
પૂર્વે પ્રણિધાનનું સ્વરૂપ આ રીતે બતાવેલ છે. શ્રેષ્ઠ પ્રણિધાનને જાણવાના આ જ લક્ષણ છે. ૧. હૃદયની વિશુદ્ધિ ૨. શક્ય બાહ્ય ક્રિયા. 3. તે-તે વિષયમાં મનનું સમર્પણ.