________________
પ્રણિધાન....... પરમતાની પગદંડી
૨૦૯ પિતા આઠ પત્નીઓ, આઠ પત્નીના માતા-પિતા, પાંચસો ચોરો વગેરેને (૫૭) એક સાથે ચારિત્રની પ્રાપ્તિ થઈ, આવા તો અઢળક દાખલા છે. જેનું પ્રણિધાન થાય તે અવશ્ય પ્રાપ્ત થાય છે.
અધ્યાત્મ જગતનો એક નિયમ છે. જે વસ્તુને તમે ઈચ્છો તે અવશ્ય મળે છે. જેટલી ઈચ્છા તીવ્ર હોય તેટલી તેની પ્રાપ્તિ શીઘ બને છે. ઈચ્છા મંદ હોય તેની પ્રાપ્તિ વિલંબે થાય છે. અરે ! એક વાર પણ શુદ્ધ હૃદયથી મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા જેને થાય તેને મોડામાં મોડો પણ એક પુદ્ગલ પરાવર્તની અંદર મોક્ષ મળે જ છે.
ઉપર ઉપરના શુભ અનુષ્ઠાનો તેના પ્રણિધાન દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ પ્રભુપૂજા કરનારને સંયમની પ્રાપ્તિ થાય છે. સંયમ સાધક આત્માઓને ક્ષપકશ્રેણિકેવલજ્ઞાન-મુક્તિની પ્રાપ્તિ થાય છે.
તમારે ઉચ્ચ કોટિના શુભાનુષ્ઠાન પ્રાપ્ત કરવા છે? સાચા હૃદયથી ખૂબ પ્રણિધાન કરતાં રહો તમને અવશ્ય મળશે...