________________
પ્રણિધાન....... પરમતાની પગદંડી
જોઈએ. પૌદ્ગલિક ફળની આશંસા મુક્તિ માટે કરાતા શુભ અનુષ્ઠાનને અત્યંત નિઃસાર કરી દે છે. પૌદ્ગલિક ફળની આશંસા ન હોવા છતાં ધાન્ય માટે કરાતી ખેતીમાં આનુષંગિક રીતે જેમ ઘાસની પ્રાપ્તિ થાય છે તેમ પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ સ્વભાવિક જ થાય છે. પણ પૌદ્ગલિક પદાર્થોની આશંસાથી થતા શુભ અનુષ્ઠાનમાં મુક્તિના ફળમાં અવરોધ થાય છે. પૌદ્ગલિક ફળની આશંસા જ્યાં તીવ્ર કોટિની હોય છે, ત્યાં ચિત્ત તેમાં જ રમતુ રહેશે. પ્રભુ ભક્તિ આદિ ગૌણ બની જશે. પૌદ્ગલિક આશય મુખ્ય બની જશે ક્યારેક કોઈ સાધનામાં વિઘ્નો કે આપત્તિ વગેરેના નિવારણ માટે શુભાનુષ્ઠાનો કરાય છે. તેમાં પણ પરંપરાએ આશય વિઘ્નો કે આપત્તિ નિવારણ પછી સાધનામાં આગળ વધવાનો હોય છે. ભદ્રક બાળ જીવોને ધર્મમાં પ્રારંભમાં જોડવા માટે પૌદ્ગલિક ફળો પણ જણાવાય છે. તેમાં પણ તે જીવને જોડ્યા પછી આગળ વઘતા પૌદ્ગલિક આશય છૂટી જાય તેવા આશયથી કરાવાય છે. જ્યારે પ્રણિધાનની વાત છે ત્યારે પૌદ્ગલિક આશયનું અવશ્ય વર્જન કરવું જરૂરી છે.
૨૦૭