________________
૨૦૮
જય વીયરાય
આ રીતે અત્યંત ઉપાદેય બુદ્ધિ, સંજ્ઞા વિષ્ફભતા અને પૌદ્ગલિક ફળની આશંસા રહિતપણાથી હૃદયની શુદ્ધિ થાય છે. આવા શુદ્ધ હૃદયથી યથાશક્તિ વચન, કાયક્રિયાથી યુક્ત શુભાનુષ્ઠાનમાં સમર્પિત મન એ જ પ્રણિધાન છે.
પ્રણિધાન અંગે અગ્યાર મુદ્દા
લલિતવિસ્તરામાં પ્રણિધાન પર પ્રકાશ પાડવા માટે ૧૧ મુખ્ય વાતો જણાવી છે.
१. सकलशुभानुष्ठाननिबन्धनमेतद्
પ્રણિધાન સઘળા શુભાનુષ્ઠાનમાં કારણભૂત થાય છે. કોઈ પણ શુભાનુષ્ઠાન કે કોઈ પણ ગુણની નિર્મળ હૃદયથી આશંસા-પ્રણિધાન કરવાથી અવશ્ય પ્રાપ્તિ થાય છે. જેમ અનુષ્ઠાનમાં મનના સમર્પણને પ્રણિધાન કીધુ તેમ શુભાનુષ્ઠાનન પ્રાપ્ત કરવાની એકાગ્રપણે આશંસા એ પણ પ્રણિધાન છે. જંબુસ્વામીને પૂર્વના ત્રીજા શિવકુમારના ભવમાં માતા-પિતાની અનુમતિના અભાવે સંયમની પ્રાપ્તિ થઇ નહીં. પણ બાર વર્ષ સુધી સતત સંયમની આશંસાથી ત્રીજા જંબૂકુમારના ભવમાં સોળ વર્ષની નાની વયે શીઘ્ર ચારિત્ર મળ્યુ. માતા