________________
પ્રણિધાન
. પરમતાની પગદંડી
૨૦૫
તપ વિના મનમાં ધ્યાન થઈ શકતું નથી. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષના માર્ગ તરીકે જ્ઞાન, સંયમ અને તપ ત્રણના સમાયોગની વાત કરી છે. "नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हंपि समाओगे मोक्खो जिणसासणे भणिओ ||"
જ્ઞાન પ્રકાશક છે. (આત્મામાં પ્રકાશ કરે છે.) તપ શોધક છે. (કર્મને દૂર કરી આત્માને શુદ્ધ કરે છે.) સંયમ ગતિકાર છે. (નવા કર્મ લાગવા દ્વારા આત્માને અશુદ્ધ થતો અટકાવે છે.) ત્રણેના સમાયોગથી મોક્ષ થાય છે, એમ જિનશાસનમાં કહ્યું છે. આમ શુભ પ્રણિધાનમાં આ ત્રણેની આવશ્યકતા રહે છે. એટલે હૃદયના શુદ્ધભાવવાળા યથાશક્તિ ક્રિયામાં પ્રવૃત વચન કાયાવાળાના સાધ્ય અનુષ્ઠાનમાં સમર્પિત મનને મુનિઓએ (જ્ઞાનીઓએ) પ્રણિધાન કહેલ છે.
આવા જ શુભ પ્રણિધાનથી જબરદસ્ત કોટિની કર્મ નિર્જરા, શુભ પુણ્યના અનુબંધો થવા દ્વારા મુક્તિની નિકટતા થાય છે.
હવે 'વિશુદ્ધ ભાવનાસા' નો શાસ્ત્રકાર પણ જે એક શ્લોકમાં અર્થ બતાવે છે તે જોઈએ.