________________
૨૦૩
પ્રણિધાન.... પરમતાની પગદંડી
૧. વિરુદ્ધમાવનારંએટલે વિશુદ્ધ ભાવનાના સારવાળુ હોય. હૃદયના ભાવો વિશુદ્ધ જોઈએ. અંદરમાં વૈરના, કષાયોના, સાંસારિક સુખોની તીવ્ર ઝંખના વગેરેના શલ્યથી રહિત હૃદય જોઈએ. અહિં વિશુદ્ધભાવના કોને કહેવાય તે ત્રીજા શ્લોક દ્વારા બતાવે છે, તે આગળ જોઈશું... સામાન્યથી સરલતા, નિઃસ્પૃહતા વગેરેવાળુ મન તે વિશુદ્ધ મન..
૨. તથતિમનસમૂ | જે અનુષ્ઠાન સાધતા હોઈએ, જે ક્રિયા વગેરે કરતાં હોઈએ, તેના અર્થમાં મન સંપૂર્ણ અર્પિત કરવાનું, તે સિવાયના કોઈ પણ પ્રયોજનમાં મન ન જાય તો જ તેને પ્રણિધાન કહેવાય. ચૈત્યવંદન કરતાં હોઈએ તો તેના શબ્દોમાં, અર્થમાં અને આલંબનમાં ચિત્ત એકાગ્ર કરી દેવાનું.
રૂ. યથારરૂિઝિયાતિમ્ - જે અનુષ્ઠાન હોય તેમાં શારીરિક ક્રિયા પણ જે બતાવી તે બધી બરાબર થવી જોઈએ. જેમ કે ચૈત્યવંદનમાં મુદ્રા, પંચાગ પ્રણિપાત ખમાસમણા, અરિહંત