________________
પ્રણિધાન... પરમતાની પગદંડી
૨૦૧ છે, મોડામાં મોડો ૦| પુગલ પરાવર્તકાળ પૂર્વે આમાં પણ પ્રણિધાનની તીવ્રતા જ કારણભૂત છે.
સમ્યક્ત પ્રાપ્તિ વખતે જે શુભપ્રણિધાન ઉભુ થાય છે. તેના પ્રભાવે અત્યંત શુભાનુબંધવાળુ કર્મ બંધાય છે. જેથી પરંપરાએ વધુને વધુ શુભ નિમિત્તો, શુભાનુષ્ઠાનો મળતા થાય છે. અને પરિણામની શુદ્ધિમાં આગળ વધતો જીવ શીઘ મુક્તિને પામે છે.
સમ્યત્ત્વ પ્રાપ્તિ પૂર્વે જીવે કોઈ અશુભ અનુબંધ બાંધેલ હોય, તે સામાન્ય હોય તો આ પ્રણિધાનના પ્રભાવથી નાશ પામે છે, પણ કોઈ તીવ્ર અશુભ અનુબંધ બાંધેલો પૂર્વનો પડ્યો હોય, અને તે ઉદયમાં આવે તો પામેલું સમ્યક્ત પણ ચાલ્યુ જાય છે. જીવ પાછો મિથ્યાત્વદશા પામી પાપો કરી સંસારમાં રખડતો થઈ જાય છે, કર્મોને તેના અનુબંધોની સ્થિતિ ખૂબ જ વિચિત્ર હોય છે. ચૌદ પૂર્વધરો જેવા જ્ઞાની પુરુષોને પણ પૂર્વના કોઈ અશુભ અનુબંધ ઉદયમાં આવતા પટકાઈ જાય છે, પતન પામે છે અને અનંતકાળ માટે નિગોદમાં ધકેલાઈ જાય છે. અહીં પણ પૂર્વે જ અશુભ તીવ્ર અનુબંધ બંધાયા તેમાં પણ કારણ અશુભ તીવ્ર પ્રણિધાન જ છે ને ?