________________
જય વીયરાય જીર્ણોદ્ધાર, સંઘપ્રભુભક્તિના અનેક કાર્યો થયા. અરે! પ્રણિધાનપૂર્વકની આ ફૂલપૂજાનો કેવો પ્રભાવ કે કુમારપાળના ભવમાં પ્રભુની અત્યંત સુંદર પુષ્પોથી પૂજા કરી, એટલું જ નહી પ્રભુ પર ચઢાયેલા ફૂલો જોઈને તેમને વળી તીવ્રભાવના થઈ કે છયે ઋતુના પુષ્પોથી એક સાથે પ્રભુપૂજા કરુ... તીવ્ર અભિગ્રહ કર્યો કે સર્વ ઋતુના ફૂલથી પૂજા ન થાય તો ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. કુદરતે સહાય કરી. ઉધાનમાં એક સાથે સર્વ ઋતુના પુષ્પો થઇ ગયા... અને પૂજાની પોતાની ભાવના પૂર્ણ થઈ. જીવનભર સુધી પ્રભુની દ્રવ્યપૂજા સાથે ગુરુભક્તિ-શ્રાવકના વ્રતોનું ધારણ, રાજ્યમાં અમારિ પ્રવર્તન વગેરે દ્વારા ભાવપૂજામાં પણ આગળ વધ્યા... સમાધિ મૃત્યુ પામી દેવલોકમાં ગયા... હવે ગણધરપદ પામી મોક્ષે જશે... અત્યંત પ્રણિધાનપૂર્વક પરમાત્માની કરેલી ફૂલપૂજા કઈ પરાકાષ્ઠાએ પહોંચી. કુમારપાળ જેવા બીજા પણ અનેક દૃષ્ટાંતો છે. તીવ્ર પ્રણિધાનપૂર્વક ગોવાળીયાના ભવમાં મુનિને ખીર વહોરાવનાર બીજા ભવમાં ભારે રિદ્ધિપૂર્વકનો શાલિભદ્રનો અવતાર પામ્યો. પ્રભુ મહાવીર પાસે ચારિત્ર પામી અનુત્તર દેવલોકમાં જઈ મહાવિદેહમાં મોક્ષે જશે...
શાસ્ત્રમાં જે સમ્યગ્દર્શનને પામેલો જીવ વહેલો મોડો પણ મુક્તિમાં અવશ્ય જાય છે, એવું જે કહ્યું
૨૦૦