________________
૧૯૯
પ્રણિધાન... પરમતાની પગદંડી
નીચેની ત્રણ ગાથામાં શુભ પ્રણિધાનનું સ્વરૂપ, ફળ વગેરે બતાવ્યું છે – प्रणिधानकृतं कर्म मतं तीव्रविपाककृत् । सानुबन्धत्वनियमात्, शुभांशाच्चैतदेव तत् ।। विशुद्धभावनासारं, तदर्थार्पितमानसम् ।। यथाशक्तिक्रियालिङ्ग, प्रणिधानं मुनिर्जगौ ।। उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ।।
પ્રણિધાનથી કરેલ કર્મ તીવ્ર વિપાકવાળુ માનેલ છે. વળી એ નિયમા સાનુબંધ હોય છે. તેમાં રહેલ શુભાંશોથી તે આવું બને છે.
અહિં પ્રણિધાનનું ફળ બતાવ્યું છે. પ્રણિધાનથી કરેલ કોઈપણ કાર્યનું ફળ તીવ્ર મળે છે. પ્રણિધાનની જેટલી તીવ્રતા તેટલી ફળની તીવ્રતા સમજવી.
વળી પ્રણિધાનના પ્રભાવથી શુભ અનુબંધ પણ ઉભો થાય છે. એટલે તે શુભકાર્યની પરંપરા ચાલે છે. પ્રણિધાનથી કરેલ થોડી પણ જિનભક્તિ પરભવમાં પ્રભુભક્તિની પરંપરાને વધારે છે.
કુમારપાળ મહારાજાએ પાંચ કોડીના અઢાર ફૂલથી પ્રણિધાનપૂર્વક પૂજા કરી. પ્રણિધાનથી કરેલ આ પૂજાથી કુમારપાળના બીજા ભવમાં અનેક ચૈત્યોના નિર્માણ