________________
૧૯૭
પ્રણિધાન . પરમતાની પગદંડી
પ્રણિધાન : આટલુ વિવેચન કર્યા પછી હજી શુભ પ્રણિધાનને વધુ મજબૂત તીવ્ર કરવા પ્રણિધાન અંગે કેટલીક વિચારણા કરીએ. જયવીયરાય સૂત્રને પ્રણિધાન સૂત્ર કહ્યું છે.
આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રાથી બોલવાનું જણાવ્યું છે.
બે હાથોને મોતીની છીપની જેમ આંગળીઓના અગ્રભાગને સામે રાખી સમાન રૂપે જોડી હાથ લલાટ પર લગાવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે. કેટલાક લલાટ પર સ્પર્શ ન કરતા થોડે આગળ રાખવાનું કહે છે.
પ્રણિધાન ખૂબ જ મહત્ત્વનું વિશિષ્ટ કાર્ય છે.
પ્રણિધાન એટલે આશંસા. જેનું પ્રણિધાન કરીએ તે પ્રાપ્ત કરવાની અભિલાષા, સામાન્યથી ચિત્તની એકાગ્રતાને પ્રણિધાન કહેવાય છે. યિતનું તે તે વિષય પર વ્યાસ-સ્થાપન, તે તે વિષયનું પ્રણિધાન કહેવાય છે.
આમ તો પ્રણિધાન બે પ્રકારે હોય છે. ૧. શુભ. ૨. અશુભ.
૧૪