________________
૧૯૬
જય વીયરાય પ્રભુના અચિત્ય પ્રભાવથી એ મેળવીને સર્વ કર્મ ખપાવી (નિર્જરા કરી) સિદ્ધપણાના અનન્ત સુખોના ભોક્તા આપણે સહુ બનીએ.
પુનઃ પુનઃ સકલ ચતુર્વિધ સંઘને પ્રાર્થના છે કે ગણધર ભગવંતોના રચેલા ઉત્તમકોટિના નમુત્થણ આદિ સૂત્રો દ્વારા અત્યંત ભાવવિભોર થઈને પરમાત્માની સમુખ જ એક માત્ર દષ્ટિ રાખીને ચૈત્યને (પરમાત્માને) વંદના કરીએ અને જીવન સફળ કરી શીઘ મુક્તિને પામીએ. જન્મ-જરા-મરણ આદિના દુઃખોથી છૂટી અનંતશાશ્વત સુખના ભોક્તા બનીએ.
(૪) જે પ્રાણીઓ વિશુદ્ધ શ્રદ્ધાથી પ્રભુ પ્રત્યે એક નમસ્કાર પણ કરેલ છે તે અવશ્ય સમ્યગ્દષ્ટિ છે, જીવ વૈમાનિક દેવલોક સિવાય બીજુ આયુષ્ય બાંધતો નથી તેવું શાસ્ત્રવચન છે. જો કદાચ પૂર્વે આયુષ્યબંધ થઈ ગયો હોય વગેરે કારણે અથવા ભવપરંપરાએ મનુષ્ય કે તિર્યચોમાં ઉત્પન્ન થાય તો પણ પરમાત્માને કરાયેલ નમસ્કારના પ્રભાવથી તે વારંવાર દુઃખનું ભાજન બનતો નથી.