________________
૩૫
ભવનિર્વેદ. વૈરાગ્યની આઝુ પછી પણ જીવનો આરો નથી આવતો. ઘણાં જીવો પાછા ક્રૂર તિર્યંચનો (સિંહ, વાઘ, સર્પ, માછલાઓના) ભવ કરી ફરી નરકમાં જાય છે અને કારમાં દુઃખો સહે છે. સંસારમાં રખડતા જીવોના દુઃખોનો અંત આવતો નથી.
મનુષ્યગતિમાં પણ સૌ પ્રથમ ગર્ભાવસ્થાનું દુઃખ જાલિમ હોય છે. ઉંધા માથે ગર્ભમાં લટકવાનું, વળી
ક્યારેક ગર્ભાવસ્થામાં જ ઓગળી જવાનું અર્થાત્ મરવાનું, જન્મનુ દુઃખ પણ ભારે, જન્મ પછી પણ રોગ, શોક, દરિદ્ર, દુર્ભાગ્ય, ચિંતાઓ, ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે ચિંતાઓ ઉધઈની માફક જીવને સતત કોરી ખાય છે. વળી જરાવસ્થા અને મૃત્યુની પણ કારમી પીડાઓ જીવ ભોગવે છે.
ભૌતિક રીતે સુખી દેવતાઓ પણ માનસિક રીતે ભારે દુઃખી હોય છે. કેટલાક આભિયોગિક દેવોને બીજા માલિક દેવોનું નોકરપણું, દાસપણું, સેવકપણું કરવું પડે છે. રિદ્ધિવંત દેવો પણ બીજાની પોતાનાથી ચડિયાતી રિદ્ધિ જોઇને ઈર્ષ્યાથી આગમાં શેકાય છે. ઈંદ્ર-દેવો વગેરેને ઈંદ્રાણી-દેવીઓનો વિયોગ કારમો દુઃખદાયી બને છે. ખુદ લલિતાંગ દેવ (આદિનાથ