________________
જય વીયરાય
"શિવમસ્તુ સર્વજગતઃ" સર્વ જીવોનું કલ્યાણ થાવ એવી ભાવના આપણે રોજ ભાવીએ છીએ. બીજાની આપત્તિમાં, દુઃખમાં આપણે કેવી રીતે આનંદ અનુભવી શકીએ ? શિષ્ટપુરૂષો તો બીજાના દુઃખે દુઃખી હોય, સુખે સુખી હોય. બીજાના દુઃખમાં આનંદ કે સંતોષ એ તો ભયંકર નિકૃષ્ટતમ ભાવ છે, ભયંકર દોષ છે, અનાદિનો આપણો કુસંસ્કાર છે.
૮૮
11
આપણને જે જીવો પ્રતિકૂળ છે, પ્રતિપક્ષ છે, હરિફ જેવા છે, દુશ્મન છે, તેમના દુઃખમાં આપણને થોડીક હાશ થાય છે, મનને કંઈક સંતોષની-આનંદની છૂપી લાગણીઓનો અનુભવ થાય છે, આ આપણો મહાન દોષ છે, મહાન અજ્ઞાનતા છે. અનાદિના કુસંસ્કારથી જાગતા આવા ભાવો પ્રત્યે આપણને અંતરથી સૂગ ન હોય, આવા ભાવો ખરાબ ન લાગતા હોય, તેમાં હેયપણાની બુદ્ધિ ન હોય તો મિથ્યાત્વ પણ આત્મામાં આવી શકે છે. હવે કર્મગ્રંથના સિદ્ધાંત મુજબ વિચારીએ...
બીજાની આપત્તિમાં થતો આનંદ એ બીજાની આપત્તિની અનુમોદનારૂપ છે. અને તેથી તીવ્ર અનુબંધવાળા અશુભકર્મ બંધાય છે, અને મુખ્યતઃ