________________
સમ્યગ્દર્શન.......... સંવેદનાની સરગમ
૧૯૩ જે જીવોને સ્વાર્થ ઘવાતા માત્રથી જ, ક્રોધાદિ કષાય થતાં હોય, જે જીવોને સંસારના સુખ પ્રત્યે તીવ્ર આસક્તિ હોય, જે જીવોને મોક્ષના સુખની તીવ્ર ઈચ્છા ન થતી હોય, જે જીવોને જગતના દુઃખી જીવોને જોઈને પોતાની સંપત્તિનો ઉપયોગ કરી તેમના દુઃખોને દૂર કરવાની ભાવના ન થતી હોય અને જે જીવોને જેવું કર્મ કરીશું તેવું ફળ પામીશું વગેરે શ્રદ્ધા ન હોય તેવા જીવોમાં સમ્યક્તના લક્ષણો કેવી રીતે ઘટશે ? તેવા જીવોમાં સમ્યત્ત્વના લક્ષણો કેવી રીતે હોઈ શકે ?
એ જ રીતે જે જીવોને જિનવયન પર પ્રેમ ન હોય, સાંભળવાની કે જાણવાની ઈચ્છા જ ન થતી હોય, ચારિત્ર ધર્મ પ્રત્યે રાગ ન હોય અને દેવ-ગુરુ પ્રત્યે પ્રતિકૂળ માનસિક કે શારિરિક વર્તન હોય તેવા જીવોમાં પણ સમ્યક્ત ઘટતું નથી.
સમ્યગ્દષ્ટિ જીવોના મનમાં સતત નીચેની ભાવનાઓ રમી રહી હોય છે.
१. तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं ।
તે જ સાચું અને નિઃશંક છે જે જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલું છે.