________________
બોધિલાભ.... એક અણમોલ રત્ન
૧૯૧ અવરોધક છે. આનાથી જ સંસારનું જન્મ-મરણનું ચક્ર ચાલે છે.
સંસાર અનંત દુઃખસ્વરૂપ છે. સંસાર દુઃખફલક છે. સંસાર દુઃખની પરંપરાવાળો છે.
આવું ભાન થાય, આવો વિવેક પ્રગટે ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવો સંસારના કારણભૂત આશ્રવો (જેનાથી આત્મામાં કર્મનો પ્રવાહ આવે તેવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ) ને હેય (છોડવા યોગ્ય) માને છે અને મોક્ષના કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને, તેના કારણોને ઉપાદેય (આદરવા યોગ્ય) માને છે. આ સમ્યત્ત્વનું બાહ્ય સ્વરૂપ છે.
સમ્યગ્દષ્ટિ જીવો ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ-સંઘ-સાધર્મિક વગેરે પ્રત્યે અત્યન્ત બહુમાનવાળા હોય છે. વળી તેઓ અરિહંત પરમાત્માને જ દેવ તરીકે અને સુસાધુઓને જ ગુરુ તરીકે અને પ્રભુની આજ્ઞાને જ ધર્મરૂપ માને છે.
ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસિક્યને સમ્યક્તના લક્ષણરૂપે શાસ્ત્રકારોએ બતાવ્યા છે.