________________
૧૯૦
જય વીયરાય હવે સભ્યત્ત્વનું સ્વરૂપ વિચારીએ.
સમ્યક્ત એ આત્માનો એક શુભભાવ છે, પરિણામ છે, અધ્યવસાય છે. આ શુભભાવ મિથ્યાત્વમોહનીયકર્મના ઉપશમથી, ક્ષયોપશમથી કે સર્વથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. જીવના ઉપર આઠ કર્મો લાગેલા છે અને તેના કારણે જ જન્મ-મરણાદિરૂપ સંસાર ચાલુ છે. આઠે કર્મોથી મુક્ત થતાં જીવ મોક્ષને પામે છે. આ આઠે કર્મોમાં મોહનીયકર્મ મુખ્ય છે. તેના બે વિભાગ છે. ૧. દર્શનમોહનીય, ૨. ચારિત્રમોહનીય.
મોહનીયકર્મને મદિરાપાનની ઉપમા આપી છે. મદિરાપાન કરેલ જીવ જેમ વિવેક રહિત થાય છે તેવી રીતે દર્શનમોહનીયકર્મના ઉદયથી જીવો વિવેકરહિત વિપર્યાસ દ્રષ્ટિવાળા થાય છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જીવો અસદાચરણવાળા થાય છે.
વિપર્યાસ દ્રષ્ટિ એટલે હિતાહિતના વિવેકના અભાવવાળી દ્રષ્ટિ. હિતકારી વસ્તુઓ દેવ-ગુરુ-ધર્મ-સાધર્મિક વગેરે અહિતકારી જણાય અને અહિતકારી વસ્તુઓ ઈન્દ્રિયના વિષયો-ભૌતિકસુખો-સાધનો-અર્થપ્રાપ્તિ-તેના સાધનો હિતકારી જણાય. આને વિપર્યાસ દષ્ટિ કહેવાય છે. આ જ મિથ્યાત્વ છે, આ જ સમ્યક્તનું