________________
૧૮૮
જય વીયરાય સમ્યગ્દર્શન ગુણનો પ્રભાવ એવો છે કે એક વાર પણ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ કરનાર અવશ્ય મોક્ષને પામે છે.
'तुह सम्मत्ते लद्धे, चिन्तामणिकप्पपायवब्भहिए । पावन्ति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।'
હે પ્રભુ ! ચિંતામણી અને કલ્પવૃક્ષથી અધિક એવું તમારું સમ્યક્ત પ્રાપ્ત થયે છતે જીવો અવિળથી (વિપ્ન વગર) અજરામર સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરે
છે.
આગળની ગાથામાં પ્રભુ પાસે ભવોભવ સખ્યત્ત્વની યાચના કરી છે. 'ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद ।'
તેથી હે દેવ ! હે પાર્શ્વનાથ પ્રભુ ! ભવોભવ બોધિને આપજો. એકવાર પણ સમ્યક્ત પામેલ જીવ કદાચ કોઈ પાપના ઉદયથી સમ્યક્ત ગુમાવી મિથ્યાત્વ દશાને પામે તો પણ મોડામાં મોડા અર્ધપગલપરાવર્ત કાળે પુનઃ સમ્યક્ત પામી મોક્ષમાં જાય છે. જો કે અર્ધપગલપરાવર્ત કાળ પણ ખૂબ લાંબો છે. પણ જેઓ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તને ગુમાવીને દેવ-ગુરુ-ધર્મની ઘોર આશાતના અને નિંદા વગેરે કરે