________________
બોધિલાભ... એક અણમોલ રત્ન
૧૮૯ છે તે જીવોનો આટલો દીર્ઘ સંસાર થાય છે. અર્જતસિદ્ધ-ચૈત્ય-તપ-કૃત-ગુરુ-સાધુ-
સ ત્યનીવડતયા ટર્શનमोहनीयं कर्म बध्नाति येनासावनन्तसंसारसमुद्रान्तःपात्येवावતિષ્ઠતે | આચારાંગ ટીકા - મૃ. ૧૯૪
આટલા દીર્ઘ સંસાર પરિભ્રમણ પછી પણ તે જીવોનો મોક્ષ થાય છે એ સખ્યત્ત્વનું ફળ છે. સમ્યક્ત સહિત કાળ કરનાર મનુષ્ય અવશ્ય વૈમાનિક દેવલોકમાં જ જાય છે. સખ્ય સહિત ચ્યવન પામનાર દેવો હંમેશા ગર્ભજ મનુષ્યભવને જ પ્રાપ્ત કરે છે. અર્થાત્ સમ્યક્તથી દુર્ગતિનો નાશ થઈ જાય છે.
તીર્થકરનામકર્મના બંધમાં પણ મુખ્ય કારણ સમ્યક્ત જ છે. તેથી ગૃહસ્થપણામાં રહેલ શ્રેણિક મહારાજા વગેરેએ પણ સમ્યક્તના પ્રભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું છે.
સમ્યક્તથી દેશવિરતિ અને સર્વવિરતિ પણ સુલભ બને છે. સમ્યક્ત સહિતની અથવા સમ્યક્ત પ્રાપ્તિ માટેની જ ધર્મક્રિયાઓ વાસ્તવિક ધર્મરૂપ બને છે.
તેથી સમ્યત્ત્વની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલ સખ્યત્ત્વની રક્ષા માટે, અને સભ્યત્ત્વની નિર્મળતા માટે આપણે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ.