________________
૧૮૭
બોધિલાભ.... એક અણમોલ રત્ન આહાર શરીર અને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, કાળ કરું તો વોસિરે, જીવું તો આગાર.
આવી રીતે અંતિમ આરાધના દ્વારા સમાધિની લગભગ પ્રાપ્તિ થાય છે.
પ્રભુને વારંવાર પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએ-આપને કરેલા નમસ્કારના પ્રભાવથી મને સમાધિ મરણની પ્રાપ્તિ થાવ...
વોહિનામો | હે નાથ ! તમને પ્રણામ કરવાના શુભ ભાવના પ્રભાવથી મને પરલોકમાં બોધિ (રત્નત્રય અથવા સમ્યક્ત)નો લાભ થાવ.
આ છેલ્લી પ્રાર્થના ભવાંતર માટે છે. સમાધિમરણના પ્રભાવથી સદ્ગતિ મળે, સદ્ગતિ એટલે કે મનુષ્ય કે દેવનો ભવ. પણ આ સદ્ગતિના ભાવમાં પણ જો સમ્યક્ત કે રત્નત્રયરૂપ બોધિ ન મળે તો પાછુ જીવનું પતન શરુ થાય છે. પૂર્વે સામાન્યથી ભવોભવ પ્રભુ ચરણ સેવા માંગી છે. હવે અહિંથી જે ભવમાં જવાનું છે તેમાં પણ મને સમ્યગ્દર્શન અવશ્ય મળે તે માટે પ્રાર્થના કરાય છે.
સમ્યગ્દર્શન આત્માનો ખૂબ જ મહત્ત્વનો ગુણ છે.