________________
૧૧૮
જય વીયરાય
કરવાની છે તો પછી ઘણાં પ્રસંગોમાં માતા-પિતાનો નિષેધ છતાં દીક્ષા લેવાય છે, વળી શાસ્ત્રકારોએ પણ સોળ વર્ષ પછી (હાલ ૧૮ વર્ષનો વ્યવહાર છે) માતા-પિતાની સંમતિ ન હોય તો પણ દીક્ષા લેવાઆપવા માટે સંમતિ આપી છે તેનું શું ?
ઉ. - પ્રથમ વાત એ છે કે દરેક કાર્યો ધર્મમાં બાધા ન આવે એ રીતે કરવાના છે. કાલસૌકારિક કસાઈનો રોજ ૫૦૦ પાડા મારવાનો ધંધો હતો. તેના મૃત્યુ પછી તેનો પુત્ર સુલસ જે અભયકુમારની મૈત્રીથી ધર્મ પામેલો, તેને સર્વકુટુંબી જનોએ પિતાના વ્યવસાયમાં જોડાવાનું કહ્યું, પણ નરકગતિમાં કારણભૂત એવી ઘોર હિંસાનું કાર્ય સુલતે સ્વીકાર્યું નથી અને એ યથાર્થ કાર્ય છે. સંયમાર્થી જીવને તો સંયમ પ્રાપ્તિ માટે પણ માતા-પિતાની સેવા-ભક્તિ મંગલરૂપ છે. સંયમમાં અવરોધભૂત કર્મોનો નાશ કરી શીવ્ર સંયમની પ્રાપ્તિમાં સહાયક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સંપૂર્ણ સમર્પિતભાવથી ગુરુની સેવા-ભક્તિ કરનારને પરમગુરુ એવા તીર્થકર ભગવંતની ભવાંતરમાં ગુરુ તરીકે પ્રાપ્તિ થાય છે અને પરમાત્માની પાવન નિશ્રામાં સહેલાઈથી ચારિત્ર પામી મુક્તિની પ્રાપ્તિ થાય છે. બસ, એ જ રીતે ગૃહસ્થજીવનમાં માતા-પિતાની સેવા