________________
૧૫૦
જય વીયરાય ગુરુ બહુમાન એ જ શુભોદયાનુબંધ છે. અર્થાત્ ગુરુ બહુમાનનો ભાવ થયો એટલે તમારો શુભોદય ચાલુ થઈ ગયો. ખાલી ઉદય જ નહિં પણ શુભ ઉદયની પરંપરા શરુ થઈ ગઈ. આરાધનાનો ઉત્કર્ષ થતો જાય છે. શુભોદયના અનુબંધથી શુભની પરંપરા શરુ થાય છે. तथा भवव्याधिचिकित्सको गुरुबहुमान एव, हेतुफलभावात्।
સંસારરુપી વ્યાધિનો ચિકિત્સક ગુરુબહુમાન જ છે. ફળમાં કારણરુપ છે માટે...
'न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जइ ।
ગુરુ બહુમાનથી બીજુ અધિક સુંદર કાંઈ જ નથી. ગુરુ બહુમાનને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. કોઈ સાથે સરખાવી શકાય તેમ નથી.
આવા મહામહિમાશીલ ગુરુ બહુમાનને ધારણ કરવા પૂર્વક ગુરુના વચનનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય છે. છેક મોક્ષ સુધી આ ગુરુવચનનું પાલન આપણને લઈ જશે.
પ્રતિપક્ષી ગુરુવચનનો અસ્વીકાર કરવાથી, અવજ્ઞા કરવાથી અશુભ અનુબંધો પડે છે. પૂર્વના અશુભ અનુબંધો મજબુત બને છે. સદ્ગુરુની પ્રાપ્તિ ભાવિમાં