________________
૧૭૦
જય વીયરાય જીવ પ્રતિસમય અનંતકાશ્મણ પુદ્ગલોને આત્મામાંથી મુક્ત પણ કરતો જાય છે અને કર્મનિર્જરા કહેવાય છે. આ રીતે કર્મના ગમનાગમન અનાદિકાળથી ચાલે છે. પ્રતિસમય સંસારી જીવોને કર્મનો ઉદય ચાલુ હોય છે અને જ્યારે જે જે કર્મો ઉદયમાં આવે છે તદનુરૂપ જીવને સુખ દુઃખનો અનુભવ થાય છે.
આ રીતે જીવ અને કર્મનું ચક્ર અનાદિ કાળથી ચાલે છે. રાગદ્વેષ વગેરેની મલિનતાના કારણે જીવ અત્યંત અશુભકમ બાંધે છે અને જન્મ-જરા-મરણરોગ-શોક-દરિદ્રતા-ચિંતા-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ વગેરેના ઘોર દુઃખો ભોગવે છે. તીવ્ર ક્રૂર અધ્યવસાયોથી (રૌદ્રધ્યાનથી) નરકના પણ આયુષ્ય વગેરે કર્મો બાંધી જીવ નરકમાં પહોંચે છે ત્યાં ઘોર દુઃખોને ભોગવે છે તેવી જ રીતે મધ્યમ અશુભ ભાવોથી (આર્તધ્યાનથી) તિર્યંચગતિમાં જીવ રખડે છે. કંઈક શુભધ્યાનથી મનુષ્યગતિ પામે છે. વિશેષ શુભ ધ્યાનથી દેવગતિ પામે છે. પણ મનુષ્યગતિમાં પણ આવ્યા પછી પાછા અર્થ અને કામ (ઈન્દ્રિયના સુખો)ની લાલસાથી ઘોર અશુભ કર્મો બાંધી જીવ પાછો એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં અને નરકાદિગતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિમાં રહેલા દેવો પણ વિષયસુખમાં ચકચૂર બનીને