________________
સમાધિ મરણ. શાશ્વત સુખનું રહસ્ય
૧૭૭ દેવાધિદેવ ત્રણ જગતના નાથ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું પણ મરુભૂતિના ભવમાં સારું ઉંચુ વૈરાગી જીવન હતું. ભાઈને (કમઠને) સામે ખમાવવા ગયા, ત્યાં કમઠના શિલાના પ્રહારથી શરીરની વેદનામાં વિહવળ બની પરમાત્મા પણ હાથીના ભાવમાં ગયા.
એટલે સમાધિ મરણ માટે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. પરમગુરૂદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની છેલ્લા થોડા સમયની બિમારીમાં હંમેશ સમાધિમરણ માટે ખૂબ જ સાવધાન રહેતા. શિષ્યાદિ પરિવારને પણ સમજાવેલું કે ક્યારેક બેભાન થઈ જઉ તો મારી સમાધિ માટે મને જાગૃત કરજો, નવકારાદિ સંભળાવજો તેઓ અંતિમ કાળે ઘણા દિવસોથી સાવધાન થઈ ગયેલા. જો કે આખું જીવન સાધનાપૂર્ણ હતું પરંતુ છેલ્લી અવસ્થામાં વિશેષ સાવધાન બની ગયા..
૧. તેઓએ પોતાની અંતિમ આરાધના માટે જીવનભરમાં શાસન કે સંઘ પ્રત્યેના કાર્યોમાં પોતાનાથી કંઈ પણ અવિધિ થઈ હોય કે દેવગુરુની આજ્ઞાવિરુદ્ધ થયું હોય તેની વર્તમાનપત્રો દ્વારા જાહેર ક્ષમાપના કરેલી. એટલું જ નહીં પોતાના પરિવાર સાધુઓ વગેરેના પણ લખાણ વગેરેમાં કંઈ પણ ઉસૂત્ર આવી