________________
સમાધિ મરણ. શાશ્વત સુખનું રહસ્ય
૧૭૯ નિદાન થયુ, તે વખતે પરિમિત ઉપચારો હતા. ૨૮ કિરણો લીધા, કેન્સરની ગાંઠ ઓગળી, થોડો વખત થોડી રાહત થયા પછી ફરી કેન્સરની બીજી ગાંઠ અમદાવાદમાં સં. ૨૦૧૪માં નીકળી. પાછા અમદાવાદથી મુંબઈ જઈ ફરી કિરણો લીધા. ગાંઠ ઓગળી પણ બીજી તકલીફો ભયંકર થવા માંડી. કિરણોથી ગરમી આખા શરીરમાં વ્યાપી ગઈ. આખા શરીરે દાહ થવા લાગ્યો. રાત્રે માથાનો સખત દુઃખાવો શરુ થયો. નિદ્રા પણ લગભગ બંધ થઈ ગઈ. રાત્રિઓના ઉજાગરા થવા માંડ્યા. કેન્સર વ્યાધિ પણ ઠીક ઠીક વધવા લાગ્યો. છેવટે ચાતુર્માસ પછી પુનઃ ગુજરાત તરફ પ્રયાણ કરી પોતાના ગુરુદેવો પૂ. પ્રેમસૂરિ મ. તથા પૂ. ભાનુવિજયજી ગણિવરને શંખેશ્વર ભેગા થયા. પૂજ્યપાદશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિનો સંઘ હતો તેઓ પણ સંઘની સાથે સુરેન્દ્રનગર સુધી પહોંચ્યા. પૂજ્યપાદ ગુરુદેવો સંઘ સાથે પાલિતાણા પહોંચ્યા.
સુરેન્દ્રનગર સંઘના આગ્રહથી તથા તબિયતની અસ્વસ્થતાના કારણે ગુરુદેવોની આજ્ઞાથી તેઓ કેટલાક મુનિઓ સાથે સુરેન્દ્રનગર રોકાયા. પૂજ્યપાદ ગુરુદેવો પણ સંઘનું કાર્ય પતે પાછા સુરેન્દ્રનગર આવ્યા. ચાતુર્માસ પણ પૂ. પ્રેમસૂરિ મ. સા. નું, પૂ. મંગળવિ.